કુંભ મેળો : મહા કુંભ મેળો

Astronomy Research
0

🍃🍂 "કુંભ મેળો : મહા કુંભ મેળો" 🍃🍂


चतुरः कुंभांश्चतुर्धा ददामि पूर्णः कुंभोद्योगकाल आहितस्तं | 

કુંભ એટલે ઘડો. આપણાં હિન્દુ ધર્મ માં કુંભ ને એક વિશેષ પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. અથર્વવેદ માં કુંભ ને રક્ષા નું પ્રતિક તરીકે વર્ણવામાં આવ્યું છે. જ્યારે પુરાણો માં કુંભ ને ભગવાન વિષ્ણુ સાથે જોડવામાં આવે છે. એટલે જ આજ ના સમય માં કોઈપણ પ્રોપર્ટી ખરીદતા પહેલા સૌપ્રથમ કુંભ અને તેની પર શ્રીફળ મૂકવામાં આવે છે. 


ચાર નગરી માં થતો કુંભ મેળો હિંદુ ધર્મના સંતો, સાધુઓ અને શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ પવિત્ર માનવમાં આવે છે. દર 12 વર્ષે કુંભ મેળો યોજાઇ છે. જેને "પૂર્ણ કુંભમેળો" પણ કહે છે. અને જ્યારે 12 વખત આ કુંભ મેળો થઈ જાય ત્યારે મહા કુંભ મેળા નું આયોજન કરવામાં આવે છે. મહાકુંભ મેળા નું આયોજન 144 વર્ષે થાઈ છે. જે પ્રયાગરાજ માં કરવામાં આવે છે. જ્યા ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ તટ કહેવાઈ છે ત્યાં યોજાઇ છે. અત્યારના સમય માં ગંગા અને યમુના નો સંગમ જોવા મળે છે, પરંતુ સરસ્વતી નદી લુપ્ત થવાથી જોવા મળતી નથી. આ મેળા નું આયોજન જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની ગતિના આધારે નક્કી થાય છે. 

કરોડો લોકો આ મેળા માં ભાગ લઈને ધન્યતા અનુભવે છે. આ મેળો માનવ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના ઉત્સવ તરીકે ગણાય છે. 2017 માં UNESCO દ્વારા કુંભ મેળાને "Intangible Cultural Heritage" માં સ્થાન આપવામાં આવ્યું હતું. આ વર્ષે 4000 હેક્ટર માં આ મેળો 13 જાન્યુઆરી થી શરૂ થઈ ચૂકેલો 26 ફેબ્રુઆરી એ પૂર્ણ થશે. 


શું ખબર છે કે શા માટે કુંભ મેળો પ્રખ્યાત છે? કહેવાઈ છે કે દેવો અને દાનવો ના સમુદ્ર મંથન વખતે એક અમ્રુત કળશ નીકળેલ. જ્યારે દેવતાઓ દાનવો થી બચાવીને તે કળશ ને સ્વર્ગ માં લઈ જતાં હતા ત્યારે તે કળશ માંથી અમ્રુત ના ચાર ટીપાં જમીન પર પડ્યા. અને આ જ્યાં આ ચાર ટીપા પડ્યા તે સ્થાન પવિત્ર સ્થાન તરીકે નિર્માણ પામ્યા. તે સ્થાન એટલે કે હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈન. એટલે આ ચારેય સ્થળે કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે. 


આ મેળા માં મુખ્યત્વે સ્નાનનું ઘણું મહત્વ છે. એક માન્યતા મુજબ કુંભ મેળામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી સર્વત્ર પાપોનો નાશ થાય છે અને મોક્ષ મળે છે. પુરાણો અનુસાર સો યજ્ઞ નું ફળ આ એક સ્નાન કરવાથી મળે છે. તેથી કરોડો શ્રદ્ધાળુઓ, પર્યટકો,  સાધુ-સંતો, મહંતો, મેળામાં ભાગ લે છે. વિશ્વભર થી દેશ-વિદેશના કરોડો યાત્રાળુઓ અહીં આવે છે અને મેળા નો લાભ લે છે. 


આ મેળા ના શાહી સ્નાન નો ઉલ્લેખ સૌપ્રથમ ઋગ્વેદ માં જોવા મળે છે. જેમાં તેને "નાહન પર્વ" તરીકે વર્ણવામાં આવ્યું છે. આ ઉપરાંત નારદ પુરાણ તથા વાયુ પુરાણ માં પણ કુંભ નો ઉલ્લેખ જોવા મળે  છે. શાહી સ્નાન એટલે આ 45 દિવસ ના મેળા માં અમુક એવા ખાસ દિવસ હોય છે જે એ દિવસ ને વધુ પુણ્યકારી દિવસ માનવમાં આવે છે. જેને "રાજયોગી સ્નાન પણ કહેવામા આવે છે." પરંપરા મુજબ સૌપ્રથમ આ શાહી સ્નાન નો લાભ નાગા સાધુઓ ને જ મળે છે. ત્યારબાદ સંત સમાજ સાધુ અને ત્યારપછી જ બીજા લોકો લાભ લઈ શકે છે. આ વર્ષેએ ખાસ દિવસો 13, 14 અને 29 જાન્યુઆરી અને 3, 12 અને 26 ફેબ્રુઆરી એ આવે છે. 

કુંભ મેળો, મહા કુંભ મેળો
પહેલા ના સમય માં થતો કુંભ મેળો અને અત્યારે થતો કુંભ મેળા માં ઘણો તફાવત જોવા મળે છે. અત્યાર ના બદલાતા યુગ માં નવી ટેક્નોલૉજી પ્રમાણે ઘણો ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરાયો છે. આજ ના સમય માં AI પ્રગતિ કરી રહ્યું છે. તો આ મેળા માં પણ AI ઘણું મદદરૂપ થવાનું છે. પહેલા ના સમય માં એવું બનતું હતું કે લોકો પરિવાર થી વિખૂટા પડી જતાં હતા. અને વર્ષો પછી મળતા હતા. પરંતું આ વર્ષે એવું નહીં બને. કારણ કે સંપૂર્ણ મેળો AI કંટ્રોલ કેમેરા થી સજ્જ છે. જે ચહેરા ને માઇક્રો સેકન્ડ માં તપાસી લેશે. 

આ ઉપરાંત સ્ટ્રોંગ જીપીએસ સિસ્ટમ, કોમ્યુનિકેશન સિસ્ટમ ને વધુ એડવાન્સ બનાવવા માં આવી છે. તથા 1920 નંબર ની હેલ્પલાઇન શરૂ કરી છે. અને અમુક અંતરે હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે. અને આ ઉપરાંત સિક્યુરિટી સ્ટાફ, પોલીસ, અર્ધલશ્કરી દળ 24*7 લોકો ની વચ્ચે તૈનાત રહેશે. જે બોડીવોર્ન કેમેરા, વોકી ટૉકી, સિગ્નલ લાઇટ થી સજ્જ હશે. જે અભેદ સુરક્ષા કવચ પ્રદાન કરશે. આ ઉપરાંત અલગ અલગ કલર ના QR Code સાથે કુંભ મેળા ની એપ, બોટ અને વેબસાઇટ દ્વારા પણ લોકો ને ગાઈડ મળી રહેશે. જે 12 ભાષા માં સપોર્ટ કરશે.

પ્રવાસન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા આ મેળા માં ઘણી સવલતો પૂરી પાડવામાં આવે છે. અલગ અલગ સ્થળે થી સ્પેશિયલ પેકેજ માં ટુર પણ આયોજિત થાય છે. આ ઉપરાંત રહેવા માટે 40 હજાર થી પણ વધુ ટેન્ટ બનાવવા માં આવેલ છે. આ ઉપરાંત ત્યા દિવસ મુજબ અલગ અલગ ઇવેંટ્સ નું આયોજન પણ થાય છે. 

છેલ્લે વર્ષ 2013 માં આ મેળો આયોજન થયો હતો. જેમાં 15 કરોડ લોકોએ મેળા નો લાભ લીધો હતો. આ વર્ષે અંદાજિત 40 કરોડ લોકો મેળા નો લાભ લ્યે તેવી શક્યતા છે. આ મેળો એટલો ભવ્ય હોય છે કે અંતરિક્ષ થી નરી આંખે જોઈ શકાઈ છે. જીવન માં એક વખત અધ્યાત્મિક ઉર્જા નો લાભ લેવા માટે આસ્થા, ઇતિહાસ, અને સંસ્કૃતિ નો સંગમ એવા કુંભ મેળા માં જરૂર થી જવું જોઈએ.

~Bhautik Thummar

Post a Comment

0Comments

Type here...

Post a Comment (0)